ghuud kahe - Kavit | RekhtaGujarati

ઘૂડ કહે

ghuud kahe

દલપતરામ દલપતરામ
ઘૂડ કહે
દલપતરામ

(મનહર છંદ)

ઘૂડ કહે ઘણો જૂનો ચોખો છે અમારો ચાલ,

દુનિયાંને જૂની રીત અમારે દેખાડવી;

સૃષ્ટિ સરજ્યા પહેલે તમે ક્યાં સૂરજ હતો,

તો થયો નવો નવી રીત નહિ પાડવી;

હોય જાતે હલકા તે આધુનિક રીતે રાખે,

ઉત્તમ જાતિ નવી રીતને નસાડવી;

જુવો કેવી જગતમાં ઉત્તમ અમારી જાત,

દિવાકર દેખી નહિ આંખ ઉઘાડવી.

સ્રોત

  • પુસ્તક : દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 28)
  • સંપાદક : ચંદ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2008