Ganga Ma Gayu Je Jal - Kavit | RekhtaGujarati

ગંગામાં ગયું જે જળ

Ganga Ma Gayu Je Jal

દલપતરામ દલપતરામ
ગંગામાં ગયું જે જળ
દલપતરામ

ગંગામાં ગયું જે જળ ગણાયું તે ગંગાજળ,

ગટરમાં ગયું જળ ગંદું તે ગણાયું છે;

ખારે દરીયે ગયું તે ખરેખરૂં ખારૂં થયું,

છાશમાં પડ્યું તે છાશ રૂપે થૈ છણાયું છે;

શેલડીએ સોશું થયું શેલડીના રસ રૂપે,

ચૂનામાં ભળ્યું તે ચૂના રૂપ થૈ ચણાયું છે;

એકજ આકાશની પેદાશ દલપત કહે,

જેવો જેવો જોગ થયો તેવું તે જણાયું છે.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002