એક સોદાગર
Ek Sodagar
દલપતરામ
Dalpatram
દલપતરામ
Dalpatram
સોદાગર એક શુક સારિકાને સારી રીતે,
શીખવી કવિત નીત સારા સારા સ્વરમાં;
કોઈ ભારે ભૂપતિને ભેટ કરવાને ચાલ્યો,
ગામડામાં વાસો વસ્યો ગોવાળના ઘરમાં;
તારીફ સુણીને જોવા ત્યાં લોકો તમામ મળ્યા,
નોખી રીતભાત કશી ન આવી નજરમાં;
કહે દલપત્તરામ ગામનો ગમાર બોલ્યો,
તેવા ઘણાં તેતર તો છે મારા છેતરમાં.
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 5)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
