Ek Shaher No Ray - Kavit | RekhtaGujarati

એક શહેરનો રાય

Ek Shaher No Ray

દલપતરામ દલપતરામ
એક શહેરનો રાય
દલપતરામ

એક શહેરનો રાય કહે સુણો કવિરાય,

ઘણા તમો જેવા અહિં કવિ ઘેર ઘેર છે;

તમારા મુલકમાં તો કવિયોનો ટોટો હશે,

અહીં તો સમયમાં કવિ ટકે શેર છે;

કહે કવિ સુણો રાય સર્વ કવિ ટકે શેર,

એવું સભામાં હોય તો કાળો કેર છે;

ખાજાં ભાજી હતાં એક શહેરમાં ટકે શેર,

આજ જાણ્યું એવું બીજું આપનું શહેર છે.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002