Bhutal Na Loke - Kavit | RekhtaGujarati

ભૂતળના લોકે

Bhutal Na Loke

દલપતરામ દલપતરામ
ભૂતળના લોકે
દલપતરામ

ભૂતળના લોકે એક સમે ઇંદ્રભુવનમાં,

જૈને જુદી જુદી ભેટ ભાવથી ધરાવી છે;

ગ્રીકે તો ઇસાપનીતિ આરબે નાઇટ, ઇંગ—

લીશે શેખ્સપીયરની પોથી પરઠાવી છે;

હિંદુઓએ હોંશ ધરી પંચતંત્રતણી પોથી,

આપી તે તો ઇંદ્રને અધિક ભલી ભાવી છે;

દાખે દલપતરામ બીજાઓની બંધ કરી,

હિંદુઓને હમેશાંની પાઘડી બંધાવી છે.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002