be baidi no dhani - Kavit | RekhtaGujarati

બે બાઈડીનો ધણી

be baidi no dhani

દલપતરામ દલપતરામ
બે બાઈડીનો ધણી
દલપતરામ

(મનહર છંદ)

પળિયેલ પતિને બે પતનીઓ હતી, તેમાં,

એક વય વૃદ્ધમાં ને બીજી વય બાળમાં;

વૃદ્ધ વયવાળી તો વૃદ્ધાઈ પતિની વખાણે,

ચુંટી કાઢે કાળા વાળ જોઈ ધોળા વાળમાં;

જુવતીએ જોઈ જોઈ ધોળા વાળ ચુંટી કાઢ્યા,

કર્યું માથું પતિનું જેવી જગા કપાળમાં;

એજ રીતે એક બીજા તણો ધર્મ ઉચ્છેદતાં,

ઉપજે કુતર્ક થાય નાસ્તિક તે કાળમાં.

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 108)
  • સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
  • વર્ષ : 1928