(અનુષ્ટુપ)
અમે બે ભાઈ બાને લૈ ગયા ફોટો પડાવવા,
ભાવતાલ કરી નક્કી સ્ટુડિયોમાં પછી ચડયા.
ભવ્ય શા સ્ટુડિયોમાં ત્યાં ભરેલી ખુરસી પરે,
બાને બેસાડી તૈયારી ફોટા લેવા પછી થતી.
‘જરા આ પગ લંબાવો, ડોક આમ ટટાર બા!'
કહેતો મીઠડા શબ્દે ફોટોગ્રાફર ત્યાં ફરે.
સાળુની કોર ને પાલવ, શિરે ઓઢેલ ભાગ ત્યાં
ગોઠવ્યાં શોભતી રીતે, ફૂલ પુસ્તક પાસમાં.
ચહેરા પે તેજ ને છાયા શોભતાં લાવવા પછી
પડદા છાપરા માંહે આમ ને તેમ ગોઠવ્યા. ૧૦
શામળા વસ્ત્રથી ઢાંક્યા કેમેરામાં લહી લહી,
લઈને જોઈતુ ફોકસ, પ્લેટ તેમાં ધરી પછી,
ઢાંકણું ખોલતા પ્હેલાં સૂચના આમ આપતો,
અજાણ્યો, મીઠડો ખાલી ફોટોગ્રાફર બોલિયેા :
‘જોજો બા, સ્થિર હ્યાં સામું, ક્ષોભ ને શોક વિસ્મરી,
ઘરમાં જેમ બેઠાં હો, હસતાં સુખડાં સ્મરી.
આછેરું હસજો ને બા, પાંપણો પલકે નહિ,
રાખશેા જેવું મોં તેવું બરાબર પડશે અહીં.’
અને બા હસતી કેવું જોવાને હું જહીં ફર્યો,
જૂઠડા વર્તમાનેથી કારમા ભૂતમાં સર્યો. ર૦
હસવાં રડવાં બેમાં નમતું કોણ ત્રાજવું?
જિંદગી જોઈ ના જોખી કોઈ એ કદી બાતણી.
યૌવને વિધવા, પેટે બાળકો કંઈ, સાસરે
સાસુ ને સસરાકેરા આશ્રયે બા પડી હતી.
વૈતરુ ઘર આખાનું કરીને દિન ગાળતી,
પુત્રોના ભાવિની સામું ભાળીને ઉર ઠારતી,
બાએ ના જિંદગી જોઈ ઘરની ઘેાલકી તજી,
એને કોએ ન સંભાળી, સૌને સંભાળતી છતાં.
ઘસાતી દેહમાં એના રોગ ને દોગ ઊતર્યા,
સૌની બેપરવાઈથી દર્દ દુઃસાધ્ય શું થયું. ૩૦
અને બાના પ્રતિ સૌને કરુણાપ્રેમ ઊમટ્યાં,
એહના મનને રાજી રાખવા મથતાં બધાં.
આછેરા માતૃપ્રેમે ને આછા કર્તવ્યભાનથી,
પ્રેરાઈને અમે ચાલ્યા દવા બાની કરાવવા.
બતાવ્યાં શ્હેર બાને ત્યાં, બંગલા, બાગ, મ્હેલ કૈં,
સીનેમા, નાટકો કૈં કૈં, ગાડીઘોડે ઘુમાવીને,
અમારા પ્રેમ કે સ્વાર્થ- તણા સ્મારક શો અમે,
અનિષ્ટો શંકતાં ઈચ્છ્યું બાનો ફોટો પડાવવા.
અને ત્યાં નમતા પ્હોરે ફોટોગ્રાફરને તહીં,
અમે બે ભાઈ બાને લૈ ગયા ફોટો પડાવવા. ૪૦
પુત્રોથી, પતિથી, સાસુ સસરાથી, અરે બધા
વિશ્વથી સર્વદા સાચ્ચે બિચારી બા ઉપેક્ષિતા,
પડાવા બેઠી ત્યાં ફોટો, ફોટોગ્રાફરને ત્યાં ઉભો,
અજાણ્યો, મીઠડો ખાલી હસવા ત્યાં કહી રહ્યો.
અને બા હસતી કેવું જોવાને હું ફર્યો જહીં,
બોર શુ આંસુ એકેક બાને નેત્રે ઠર્યું તહીં.
ચિડાયો ચિત્ર લેનારો, ‘બગડી પ્લેટ માહરી.’
પ્લેટ શું, જિંદગીઓ કૈં બગડી રે હરિ, હરિ.
(રર ફેબ્રુઆરી,૧૯૩૩)
(anushtup)
ame be bhai bane lai gaya photo paDawwa,
bhawtal kari nakki stuDiyoman pachhi chaDya
bhawya sha stuDiyoman tyan bhareli khursi pare,
bane besaDi taiyari phota lewa pachhi thati
‘jara aa pag lambawo, Dok aam tatar ba!
kaheto mithDa shabde photographar tyan phare
saluni kor ne palaw, shire oDhel bhag tyan
gothawyan shobhti rite, phool pustak pasman
chahera pe tej ne chhaya shobhtan lawwa pachhi
paDda chhapra manhe aam ne tem gothawya 10
shamla wastrthi Dhankya kemeraman lahi lahi,
laine joitu phokas, plet teman dhari pachhi,
Dhankanun kholta phelan suchana aam aapto,
ajanyo, mithDo khali photographar boliyea ha
‘jojo ba, sthir hyan samun, kshobh ne shok wismri,
gharman jem bethan ho, hastan sukhDan smri
achherun hasjo ne ba, pampno palke nahi,
rakhshea jewun mon tewun barabar paDshe ahin ’
ane ba hasti kewun jowane hun jahin pharyo,
juthDa wartmanethi karma bhutman saryo ra0
haswan raDwan beman namatun kon trajwun?
jindgi joi na jokhi koi e kadi batni
yauwne widhwa, pete balko kani, sasre
sasu ne sasrakera ashrye ba paDi hati
waitaru ghar akhanun karine din galti,
putrona bhawini samun bhaline ur tharti,
baye na jindgi joi gharni ghealaki taji,
ene koe na sambhali, saune sambhalti chhatan
ghasati dehman ena rog ne dog utarya,
sauni beparwaithi dard dusadhya shun thayun 30
ane bana prati saune karunaprem umatyan,
ehna manne raji rakhwa mathtan badhan
achhera matripreme ne achha kartawybhanthi,
preraine ame chalya dawa bani karawwa
batawyan shher bane tyan, bangla, bag, mhel kain,
sinema, natko kain kain, gaDighoDe ghumawine,
amara prem ke swarth tana smarak sho ame,
anishto shanktan ichchhyun bano photo paDawwa
ane tyan namta phore photographarne tahin,
ame be bhai bane lai gaya photo paDawwa 40
putrothi, patithi, sasu sasrathi, are badha
wishwthi sarwada sachche bichari ba upekshita,
paDawa bethi tyan photo, photographarne tyan ubho,
ajanyo, mithDo khali haswa tyan kahi rahyo
ane ba hasti kewun jowane hun pharyo jahin,
bor shu aansu ekek bane netre tharyun tahin
chiDayo chitr lenaro, ‘bagDi plet mahri ’
plet shun, jindgio kain bagDi re hari, hari
(rar phebruari,1933)

સ્રોત
- પુસ્તક : કાવ્યમંગલા (પૃષ્ઠ ક્રમાંક 113)
- સર્જક : સુન્દરમ્
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 1933