રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોટેકો લઈ તકિયા તણો મદભર્યા બાપુશ્રી બેઠા હતા,
હોકો પાસ પડ્યો લઈ ફરી ફરી આનંદથી ફૂંકતા;
‘ને મારા સમ એકવાર’ તણી કૈં થાતી’તી તાણાતુણી
ત્યાં મેપા તણી સાથ ભાગ્ય વધતાં આવી પહોંચ્યા કવિ!
મેપાએ કવિની પિછાન સહૂને આપી મધુરી ઢંબ,
સંકોચે કવિએ હસંત વદને માપી લીધા સર્વને,
ત્યાં બાપુ જરી કંઈ હલ્યા, મુખ વિષે વાણી રહ્યા છે વદી,
‘બોલો, કેવું લખો છ? એક નમૂનો, એકાદી તો કૈં કડી?’
લજ્જાવંતુ ધરી મુખે સ્મિત વદ્યા : ધીરી ગિરામાં, અહા!
કાવ્યો મીંદડી, ??, રુડકીના, ચૂસાયલા ગોટલા,
ભિખારી ઘૂવડો અને ઉકરડો, માખીય સંદાસની
આવી શ્રુદ્ર-ચીજે ય ઝાંખી કરીએ વિરાટતા આભની!
મેપાએ વયમાં જ અર્ધું સમજી કીધું, ‘કરોને જરી
લીટી બે ત્રણમાં અમારી કવિતા મોટી જરા છો થતી,
નહિ તો કંઈ નહિ ના અમારી કરતા, લેસેય ના વાસના,
બાપુની જ બનાવી દ્યો અબઘડી ખૂશી થશે સ્હેજમાં!’
જોડી કંઈ લલકારશે પળ મહીં ખ્યાલે સહૂ ડોલતા,
વારંવાર કવિશ્રીના વદનને સાશંક વિલોકતા.
‘આવા પ્રાકૃત માનવી તણું નથી કો દિ અમે જોડતા,
એવા શીઘ્ર કવિ નથી જરીય કે આજ્ઞા થતાં બોલતા;
શ્રોતાનાં મન રંજવાની જરીયે ચાતુરી કે ના કલા,
શબ્દોની ન ચમત્કૃતિ, ન મધુરૂં સંગીત કાવ્યાંગમાં.
ગાવાનું? સ્વપને ય નાહિ સ્મરજો, અર્થાનુસારી લય-
સાથે જાય વિચારના ગબડતા તોતિંગ શિલોચ્ચય!’
‘મેપા!’ જ્યાં કવિની પૂરી થઈ ગિરા કોપી વદ્યા બાપુશ્રી :
‘કે’છે સું ઈ કવિ કહે સકળનો સારાંશ: જી! આપુજી!’
‘બાપુ, છે કવિશ્રી જરાક અવળા કૈં છે અકોણા વળી,
એણે કાંઈ બનાવવાની હઠમાં શાને હશે ના ભણી!
બાપુ કૃદ્ધ થયા જરા દૂર કરી હોકો વદ્યા આકળા:
“લઈ આવેછ શું કામ આંહીં લફરાં આવાં નકામાં બધાં!
પહેલાના કવિની શું વાત કરવી? ઝાંપેથી લલકારતા,
કહેવાની ય જરૂર શું? મનગમ્યાં નાણાં લઈને જતા.
માખી, *** ગોટલા ઉકેરડા કેરા કરો જોડકાં,
એનાથી ય ઘટ્યા શું દામ જગમાં મેપા! હશે આપણાં?”
ના, ના આપણી તો હજી કીરતી સૌ ગાજે છ દિગંતમાં
બાપુ! આ જુગના કવિ—હું કહું શું?—સાચેજ વંઠી ગયા!
***= ભંગડી
teko lai takiya tano madbharya bapushri betha hata,
hoko pas paDyo lai phari phari anandthi phunkta;
‘ne mara sam ekwar’ tani kain thati’ti tanatuni
tyan mepa tani sath bhagya wadhtan aawi pahonchya kawi!
mepaye kawini pichhan sahune aapi madhuri Dhamb,
sankoche kawiye hasant wadne mapi lidha sarwne,
tyan bapu jari kani halya, mukh wishe wani rahya chhe wadi,
‘bolo, kewun lakho chh? ek namuno, ekadi to kain kaDi?’
lajjawantu dhari mukhe smit wadya ha dhiri giraman, aha!
kawyo mindDi, ??, ruDkina, chusayla gotla,
bhikhari ghuwDo ane ukarDo, makhiy sandasni
awi shrudr chije ya jhankhi kariye wiratta abhni!
mepaye wayman ja ardhun samji kidhun, ‘karone jari
liti be tranman amari kawita moti jara chho thati,
nahi to kani nahi na amari karta, lesey na wasana,
bapuni ja banawi dyo abaghDi khushi thashe shejman!’
joDi kani lalkarshe pal mahin khyale sahu Dolta,
waranwar kawishrina wadanne sashank wilokta
‘awa prakrit manawi tanun nathi ko di ame joDta,
ewa sheeghr kawi nathi jariy ke aagya thatan bolta;
shrotanan man ranjwani jariye chaturi ke na kala,
shabdoni na chamatkriti, na madhurun sangit kawyangman
gawanun? swapne ya nahi smarjo, arthanusari lay
sathe jay wicharna gabaDta toting shilochchay!’
‘mepa!’ jyan kawini puri thai gira kopi wadya bapushri ha
‘ke’chhe sun i kawi kahe sakalno saranshah jee! apuji!’
‘bapu, chhe kawishri jarak awla kain chhe akona wali,
ene kani banawwani hathman shane hashe na bhani!
bapu kriddh thaya jara door kari hoko wadya aklah
“lai awechh shun kaam anhin laphran awan nakaman badhan!
pahelana kawini shun wat karwi? jhampethi lalkarta,
kahewani ya jarur shun? mangamyan nanan laine jata
makhi, aa* gotla ukerDa kera karo joDkan,
enathi ya ghatya shun dam jagman mepa! hashe apnan?”
na, na aapni to haji kirti sau gaje chh digantman
bapu! aa jugna kawi—hun kahun shun?—sachej wanthi gaya!
***= bhangDi

સ્રોત
- પુસ્તક : અભ્યર્થના (પૃષ્ઠ ક્રમાંક 116)
- સર્જક : શશિન્ ઓઝા
- પ્રકાશક : વિક્રમ શશિન્ ઓઝા
- વર્ષ : 1959