varsh vityaa vishe (Farbas Virah) - Karun Prashasti | RekhtaGujarati

વર્ષ વીત્યા વિષે (ફાર્બસ વિરહ)

varsh vityaa vishe (Farbas Virah)

દલપતરામ દલપતરામ
વર્ષ વીત્યા વિષે (ફાર્બસ વિરહ)
દલપતરામ

(ઇંદ્રવિજય છંદ)

આવી વળી વરષાઋતુ તો, વરસાદ વિશેષ વળી વરસાવ્યો;

શ્રાવણના દિન સર્વ ગયા, પછી ભાદરવો ભલી ભાત ભજાવ્યો;

વર્ષ પુરૂં દલપત્ત વિત્યું, દસરા દિન દૈવગતે દરશાવ્યો;

આવી દિવાળી વળી ફરીથી, ફરીથી પ્રિય ફાર્બસ તો નહિ આવ્યો.

(દ્વિઅર્થી દોહરો)

ફાગણ આગળ ગત અને, આયો ચૈતર અંત;

શરૂ બળેવમાં સાંભરે, પોસ અંત પર્યંત.

(સોરઠો)

દિન ગણતાં ગત માસ, માસ ગણત વરસે ગયું;

નિશ્ચય થઈ નિરાશ કઠોર બનીયું કાળજું.

કઇક કહે મહારાજ, મુઆં મનુષ્ય જગાડશે;

દિન ક્યાંથી આજ, મળીયે ફાર્બસ મિત્રને.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 105)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2002