te strii purushnaa gun vishe (Farbas Virah) - Karun Prashasti | RekhtaGujarati

તે સ્ત્રી પુરૂષના ગુણ વિષે (ફાર્બસ વિરહ)

te strii purushnaa gun vishe (Farbas Virah)

દલપતરામ દલપતરામ
તે સ્ત્રી પુરૂષના ગુણ વિષે (ફાર્બસ વિરહ)
દલપતરામ

(મનહર છંદ)

એક રંગ એક રૂપ, ધર્મ કર્મ મર્મ એક;

ચતુરતા એક ચિત્ત એકજ વિચારનાં;

એક ભક્તિ એક ભાવ એકજ સ્વભાવ શુદ્ધ,

નિરંતર એકજ લક્ષણ નર નારનાં;

પતિ નામ મિસ્તર નેં પતની મિસીસ નામ,

ફારબસ જોડ એટલાજ ફેરફારનાં;

બહાર બે રૂપ પણ અંદર જણાય એક,

ગુણે સ્ટીરિયોસકોપ પ્રતિમા પ્રકારનાં.

રસપ્રદ તથ્યો

સ્ટીરિયોસકોપ - એક પેટીમાં બે છબીઓ હોય, પમ જોતાં એક દેખાય છે તે

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 108)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2002