રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઉષા..
લીધી'તી જે હાથે જરીક રડતાં બાપડી! તને,
ધરી છાતી સાથે જહીં સૂઈ જતાં એક શયને;
તહીંથી, તે હાથે ઉંચકી તુજને પંથ પળતો,
પિતા તારો જોને-જગત ભર બપ્પોર બળતો.
ધિખી ભૂમિ નીચે, અગન વરસે આભથકી ને,
બળે હૈયું મારૂં, ક્યમ કરી પડે ચેન તુજને?
કહી દે, શું સાચે શીતળ શીતળામાં શમી રહી?
ઢળી ખાંધે, ક્હે, શું અમ ઘર ‘ઉષા’ આથમી ગઈ?
કહે તે ઓઢાડું, કુસુમ કુમળાં આંચ ન અડે,
કહે ત્યાં પોઢાડું, કટુ રવ જરી કાન ન પડે;
પરંતુ આ હાથે-નહિ નહિ કદિ એ નહિ બને,
કળી ઓ બીડાઈ! નવ ધરીશ અંગાર હું તને.
હતી માની મોંધી, ફરી મૂકી દઉં માત ઉર હું,
રડે બીજાં હું તો ખળખળ જતાં નીર નીરખું;
વળું ખાલી હાથે ઘર ભણી, પૂછે દ્વાર મહીં એ,
‘પ્રતાપી તાપીને તટ મુજ બટુ શું નહિ રૂવે?'
શમાવી સર્વના તાપો, પુણ્ય આ દિન છો પળે,
બળેવે બાળકી પોઢી, એ બળેવ સદા બળે.
usha
lidhiti je hathe jarik raDtan bapDi! tane,
dhari chhati sathe jahin sui jatan ek shayne;
tahinthi, te hathe unchki tujne panth palto,
pita taro jone jagat bhar bappor balto
dhikhi bhumi niche, agan warse abhathki ne,
bale haiyun marun, kyam kari paDe chen tujne?
kahi de, shun sache shital shitlaman shami rahi?
Dhali khandhe, khe, shun am ghar ‘usha’ athmi gai?
kahe te oDhaDun, kusum kumlan aanch na aDe,
kahe tyan poDhaDun, katu raw jari kan na paDe;
parantu aa hathe nahi nahi kadi e nahi bane,
kali o biDai! naw dharish angar hun tane
hati mani mondhi, phari muki daun mat ur hun,
raDe bijan hun to khalkhal jatan neer nirkhun;
walun khali hathe ghar bhani, puchhe dwar mahin e,
‘pratapi tapine tat muj batu shun nahi ruwe?
shamawi sarwna tapo, punya aa din chho pale,
balewe balki poDhi, e balew sada bale

સ્રોત
- પુસ્તક : ગજેંદ્રનાં મૌક્તિકો (પૃષ્ઠ ક્રમાંક 76)
- સંપાદક : રમણલાલ કનૈયાલાલ યાજ્ઞિક
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2004
- આવૃત્તિ : 2