Samudra prati ukti (Farbas Virah) - Karun Prashasti | RekhtaGujarati

સમુદ્ર પ્રતિ ઉક્તિ (ફાર્બસ વિરહ)

Samudra prati ukti (Farbas Virah)

દલપતરામ દલપતરામ
સમુદ્ર પ્રતિ ઉક્તિ (ફાર્બસ વિરહ)
દલપતરામ

(ઇંદ્રવિજ્ય છંદ)

રે રતનાગર સાગર સાંભળ, રત્ન કિયું સગળાં થકી સારૂં;

કૌસ્તુભ કામદુધા કરી રાજથી, રત્ન રૂડું ધનવંતરિ ધારૂં;

એકથકી ગુણ એક વશેક, વિવેકથકી કદી વાત વિચારૂ;

ફાર્બસ સાહેબ તો સરવોપરિ, રત્ન હતું રતનાગર તારૂં.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 102)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002