Sabhramati prati ukti (Farbas Virah) - Karun Prashasti | RekhtaGujarati

સાભ્રમતી પ્રતિ ઉક્તિ (ફાર્બસ વિરહ)

Sabhramati prati ukti (Farbas Virah)

દલપતરામ દલપતરામ
સાભ્રમતી પ્રતિ ઉક્તિ (ફાર્બસ વિરહ)
દલપતરામ

સુણ સતી સાભ્રમતી ધીમી કેમ ધારી ગતિ,

વિરતિની મતિ કેમ રાખી મારી વીરી તેં;

કેમ થયું કૃષ અંગ, ક્યાં ગયા તારા તરંગ,

સંગ હતા દાદૂર તે દૂર કર્યા શી રીતે;

બંને બાજુ ઓઢેલાં લીલાં રૂચિર ચીર હતાં,

ચિત્તમાં શી ચિંતા ચઢી ચીર નાંખ્યાં ચીરી તેં;

ઉદાસી દીસે છે આમ દાખે દલપતરામ,

ફારબસ ગયો તેથી લીધી શું ફકીરી તેં.

રસપ્રદ તથ્યો

વિરતિની - વૈરાગ્યની; વીરી - બહેન; કૃષ - પાતળું; ફકીરી = મૂળમાં ફકીરીની જગ્યાએ 'ફકરી' છે.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 102)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002