રાસમાળાના પુસ્તક વિષે (ફાર્બસ વિરહ)
raasmaalaanaa pustak vishe (Farbas Virah)
દલપતરામ
Dalpatram
દલપતરામ
Dalpatram
પુસ્તક પ્રત્યક્ષ મન માન્યું દીસે મધુવન
પ્રકરણ પ્રૌઢ વૃક્ષ રસિક રૂપાળા છે;
પેખીએ પવિત્ર પત્ર, વાક્યફળ ફુલ તત્ર,
બનેલી છબીઓ તે તો બની ગોપ બાળા છે;
નૃપ કુળ વરણનું ગણું ગીત ગાનતાન,
ગોઠવેલા રાગ ગોપ વાંસળીઓ વાળા છે;
દીસે નવ રસ મય દાખે દલપતરામ,
રાસની રસાળા રૂપે ગ્રંથ રાસમાળા છે.
રસપ્રદ તથ્યો
મધુવન - વ્રંદાવન; રસાળા - પૃથ્વી
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 108)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2002
