nirdosh ne nirmal aankh tari - Karun Prashasti | RekhtaGujarati

નિર્દોષ ને નિર્મળ આંખ તારી

nirdosh ne nirmal aankh tari

હરિશ્ચંદ્ર ભટ્ટ હરિશ્ચંદ્ર ભટ્ટ
નિર્દોષ ને નિર્મળ આંખ તારી
હરિશ્ચંદ્ર ભટ્ટ

નિર્દોષ ને નિર્મળ આંખ તારી

હતી હજી યૌવનથી અજાણ,

કીધો હજી સાસરવાસ કાલે,

શૃંગાર તેં પૂર્ણ ચિતા મહીં કર્યો!

કૂંળી હજી દેહલતા પાંગરી,

કૌમાર આછું ઊઘડ્યું ઊઘડ્યું,

પ્હેરી રહે જીવનચૂંદડી જરી,

સરી પડી ત્યાં તુજ અંગથી એ!

સંસારના સાગરને કિનારે

ઊભાં રહી અંજલિ એક લીધી,

ખારું મીઠું સમજી શકે ત્યાં

સરી પડ્યો પાય સમુદ્રની મહીં!

છો કાળ આવે, શિશિરોય આવે,

ને પુષ્પ કૂંળાં દવમાં પ્રજાળે;

સુકોમળી દેહકળી અરે અરે

વસંતની ફૂંક મહીં ખરી પડી!

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 115)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004