Mitrana purvapatra vishe (Farbas Virah) - Karun Prashasti | RekhtaGujarati

મિત્રના પૂર્વપત્ર વિશે (ફાર્બસ વિરહ)

Mitrana purvapatra vishe (Farbas Virah)

દલપતરામ દલપતરામ
મિત્રના પૂર્વપત્ર વિશે (ફાર્બસ વિરહ)
દલપતરામ

મિત્રતણો પત્ર જ્યારે તત્ર થકી અત્ર આવી,

પ્રાપ્ત થતો મને પ્રેમ પૂરણ ઘણાકનો;

વાંચી વાંચી વાળું વળી વાંચવાની વૃત્તિ થાય,

અતિશય એવી અર્થ રચના અથાકનો;

દોસ્તી ચિત્ર દેખરેખ, તેમાં નહીં મીન મેખ,

લાયક છે લેખ જાણું પ્રેમના વિપાકનો;

લઈ સંકેલાય નહીં, તથા તજ્યો જાય નહીં,

અક્ષિકાની આગળથી કાગળ કિન્લાકનો.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 103)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002