મેઘરાજા પ્રતિ ઉક્તિ (ફાર્બસ વિરહ)
Meghrajaprati ukti (Farbas Virah)
દલપતરામ
Dalpatram
દલપતરામ
Dalpatram
(મનહર છંદ)
અરે મેઘરાય આઠ માસની મુસાફરીએ,
વેગળો ગયો તું પણ વેગે વળી આવજે;
સોબતમાં સારો શોધી લીધો મારા સોબતીને,
સોબતમાં સાથે પાછો લક્ષ રાખી લાવજે;
જગતના મિત્ર ને પવિત્ર છો જરૂર બંને,
રોજ રોજ રીત એવી રૂડીજ રખાવજે;
આવીને આ ઠામ વળી કહે દલપતરામ,
અંતર આરામ મને અતિ ઉપજાવજે.
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 102)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
