kamal prati ukti (Farbas Virah) - Karun Prashasti | RekhtaGujarati

કમળ પ્રતિ ઉક્તિ (ફાર્બસ વિરહ)

kamal prati ukti (Farbas Virah)

દલપતરામ દલપતરામ
કમળ પ્રતિ ઉક્તિ (ફાર્બસ વિરહ)
દલપતરામ

અરે કમળ કરમાય કાં, મળશે કાલે મિત્ર;

મિત્ર મળણ આશા મટી, દુઃખ મુજ દેખી વિચિત્ર.

(ઇંદ્રવિજય છંદ)

ચાતક તું શિદ આતકમાં અમથો પિયુ પીયુ પુકાર કરે રે;

ફોગટ તું ફરિયાદ કરે પણ અરજી ઉર કોણ ધરે રે;

સાંભળનાર ગયો સટકી પટકી પટકી શિર શીદ મરે રે,

દુઃખ સહો દલપત્ત કહે, ગણી આપણું એવું અદૃષ્ટ અરેરે.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 104)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2002