
મ્હારો હતો મધુર સુહૃદ એક હંસ,
એને હતો ન કદિ કોઈશું વૈરભાવ;
એ મિત્રની છવિ હજી નયને તરે છે,
સૌહાર્દ એ હૃદયનું હજિ ઊભરાય.
જેણે બતાવિ મધુરી લહરી રાતની
સસ્નેહ ને લહરિમાં શિખવ્યૂં ખિલંતાં,
જેણે ઉપાડિ ધરિયો રસના સરે તે,
કાલે હર્યો સુહૃદ એ મુજ સંગમાંથી.
એને હણ્યો હણ્યં હણાયું શરીર માત્ર
છે નામ વ્યાપ્યું, ન હણાયું, સહુ સ્થલોમાં:
ને મૃત્યુના જ શિરપેં ધરિ પાય ગાજે,
વિચાર ને હૃદયરાગ યુવાન થાતાં.
એણે શ્રી વિષ્ણુ તણું નામ હરી ધર્યું ’તું
ને પૂર્ણ ચંદ્ર ઉપજાવિ શિરે ધર્યો ’તો;
ને જ્ઞાનને નવનવીન સ્રજી સ્રજાવી
એના વતી જ સહુ જીવિત પોષતો એ.
એવો હણ્યો જ મુજ સુહૃદ મૃત્યુ પાપે,
એવો હણ્યો પરમ બાંધવ આપણો એ;
ભાગે પડ્યૂં રસિકને રડવાનું હાવાં,
વ્હેવા જતો અતુટિતા જલઘાર દ્યો સૌ.
એ ઊર્ધ્વગામિ દ્વિજમાં દ્વિજરાજ રૂપ,
સંમાન સર્વ વિબુધોમહિં પામનારો;
બ્રહ્માનિ શારદનિ સ્નેહપ્રસાદી ધારી
એ સાથમાં વિચરતો રસલોક સૌમાં.
ઔદાર્યની સરિત બ્હાળિ જહાં વહે છે,
અન્યોન્યને વળગિ મત્સ્ય જહાં જિવે છે,
વ્યાપાર જ્યાં સદયવૃત્તિતણો જ ચાલે,
તે દિવ્ય સ્થાન હતું વ્હાલું અતીવ એને.
એ સ્થાનનો અતિ પરિજય ધારિધારી
સૌ અન્યને પણ ઉપાડિ જતો ત્યહાં એ
હૂં યે સુભાગિ વળગી કર એહને ને
એ સ્થાનનૂં સુભગ દર્શન પામિયો ’તો,
કલ્લોલ ત્યાં રતિતણા વનનો સુણ્યો ’તો;
ગર્જન્ત પ્રેમ અનિલે ચડિ હૂં ઉડ્યો ’તો;
પાર્થિવ પાશથકિ મુક્ત શકે થયો ’તો;
એ લ્હેરમાં ઉપકૃતિ કથવી ભુલ્યો ’તો.
આજે હવે ઉર ઝભ્રાયું ઊંડા જ ઘાવે,
ચાલ્યો હુલાસ, ઘટ ઘેરિ રહી નિરાશા;
એ આર્દ્ર ઊર ધરતો ખગરાજ ખોયો,
વ્હેવા જ તો અતુટિતા જલધાર દ્યો સૌ.
જ્યાંથી સુભાગ્ય મળ્યું શારદ સંગતીનૂં,
તે લ્હેર શૂં ઉર થયું રમતૂં જ જ્યાંથી,
ત્યાંથી ઉરે રસનું અર્થપણૂં પ્રમાણ્યૂ,
પાર્થિવ અર્થ ન જ પ્રાપ્ય રહ્યો ઉરે તે.
ઔદાર્યની સરિતની થઈ જ્યાંથિ ઝાંખી,
અન્યોન્ય શૂં વળગિ મત્સ્ય જિવ્યું જ જાણ્યાં,
ત્યાંથી અભેદ ધરિ ઊર બન્યું પ્રપૂર્ણ,
આચાર એ જ થકિ વિશ્વ ટકંતું ભાસ્યૂં.
છે પ્રાણિમાત્ર શિર અંતિમ આ જ લેખ,
વ્હાલાં ત્યજી દઈ જ એકલ છે જવાનું,
દેખાય વિશ્વ મહિં આવું અનુભવેથી,
એવો અનુભવ રડેલ જ પૂર્વજો યે.
વ્હેવા જતો અતુટિતા જલાધાર દ્યો સૌ:
રોતાં જવૂં જ: રડતાં પ્રિય મૂકવાં જો:
એ મિત્ર એ બલિ થયો ક્રુર કાલનો છે,
એનો તથાપિ રસબોધ હતો જ જૂદો.
એના મતે હતું જ વિશ્વ તમામ કાળે
આનંદથી સભર, એ થકિ ઊભરાતૂં;
ને રાગ અંતર વિષે પ્રકટ્યા પછી ના
શોકોર્મિના પ્રલયને સહનાવું કો દી.
એના મતે ન હતું કાળસમૂં કશૂં કૈં,
આવાહિ હર્ષ પડતો ઝુકિ ધર્મમાં એ;
સંબંધ વ્યક્તિ બહુ યે સહ ધારતો ,
ખાંડો થયો જ ન હતો પણ ઊરરાગ.
એ મિત્રની હતિ જ પ્રકૃતિ એવિ ખાસ,
એનાથિ દુ:ખ નયને નિરખાતું ના જ:
દુ:ખીનું દુ:ખ હરવાનિ સ્વીકારિ દીક્ષા
એ યજ્ઞમાં જિવિત-આહુતિ અર્પતો ’તો.
આર્દ્રાર્દ્ર એ નયનમાં ઉભરાવિ ભાવ
વિસ્તારિ પાંખ નિજ આશ્રયિને ધરંતો;
દુ:ખીનું દુ:ખ સઉ તુર્ત શમંતું ક્યાંય,
-વિશ્વે વસ્યો વદન હર્ષ છવાઈ રહેતો!
mharo hato madhur suhrid ek hans,
ene hato na kadi koishun wairbhaw;
e mitrni chhawi haji nayne tare chhe,
sauhard e hridayanun haji ubhray
jene batawi madhuri lahri ratni
sasneh ne lahariman shikhawyun khilantan,
jene upaDi dhariyo rasna sare te,
kale haryo suhrid e muj sangmanthi
ene hanyo hanyan hanayun sharir matr
chhe nam wyapyun, na hanayun, sahu sthlomanh
ne mrityuna ja shirpen dhari pay gaje,
wichar ne hridayrag yuwan thatan
ene shri wishnu tanun nam hari dharyun ’tun
ne poorn chandr upjawi shire dharyo ’to;
ne gyanne nawanwin srji srjawi
ena wati ja sahu jiwit poshto e
ewo hanyo ja muj suhrid mrityu pape,
ewo hanyo param bandhaw aapno e;
bhage paDyun rasikne raDwanun hawan,
whewa jato atutita jalghar dyo sau
e urdhwgami dwijman dwijraj roop,
sanman sarw wibudhomahin pamnaro;
brahmani sharadani snehaprsadi dhari
e sathman wicharto raslok sauman
audaryni sarit bhali jahan wahe chhe,
anyonyne walagi matsya jahan jiwe chhe,
wyapar jyan sadaywrittitno ja chale,
te diwya sthan hatun whalun atiw ene
e sthanno ati parijay dharidhari
sau anyne pan upaDi jato tyhan e
hoon ye subhagi walgi kar ehne ne
e sthannun subhag darshan pamiyo ’to,
kallol tyan ratitna wanno sunyo ’to;
garjant prem anile chaDi hoon uDyo ’to;
parthiw pashathaki mukt shake thayo ’to;
e lherman upakriti kathwi bhulyo ’to
aje hwe ur jhabhrayun unDa ja ghawe,
chalyo hulas, ghat gheri rahi nirasha;
e aardr ur dharto khagraj khoyo,
whewa ja to atutita jaldhar dyo sau
jyanthi subhagya malyun sharad sangtinun,
te lher shoon ur thayun ramtun ja jyanthi,
tyanthi ure rasanun arthapnun prmanyu,
parthiw arth na ja prapya rahyo ure te
audaryni saritni thai jyanthi jhankhi,
anyonya shoon walagi matsya jiwyun ja janyan,
tyanthi abhed dhari ur banyun prpoorn,
achar e ja thaki wishw takantun bhasyun
chhe pranimatr shir antim aa ja lekh,
whalan tyji dai ja ekal chhe jawanun,
dekhay wishw mahin awun anubhwethi,
ewo anubhaw raDel ja purwjo ye
whewa jato atutita jaladhar dyo sauh
rotan jawun jah raDtan priy mukwan joh
e mitr e bali thayo krur kalno chhe,
eno tathapi rasbodh hato ja judo
ena mate hatun ja wishw tamam kale
anandthi sabhar, e thaki ubhratun;
ne rag antar wishe prkatya pachhi na
shokormina pralayne sahnawun ko di
ena mate na hatun kalasmun kashun kain,
awahi harsh paDto jhuki dharmman e;
sambandh wyakti bahu ye sah dharto ,
khanDo thayo ja na hato pan urrag
e mitrni hati ja prkriti ewi khas,
enathi duhakh nayne nirkhatun na jah
duhkhinun duhakh harwani swikari diksha
e yagyman jiwit ahuti arpto ’to
ardrardr e nayanman ubhrawi bhaw
wistari pankh nij ashrayine dharanto;
duhkhinun duhakh sau turt shamantun kyanya,
wishwe wasyo wadan harsh chhawai raheto!
mharo hato madhur suhrid ek hans,
ene hato na kadi koishun wairbhaw;
e mitrni chhawi haji nayne tare chhe,
sauhard e hridayanun haji ubhray
jene batawi madhuri lahri ratni
sasneh ne lahariman shikhawyun khilantan,
jene upaDi dhariyo rasna sare te,
kale haryo suhrid e muj sangmanthi
ene hanyo hanyan hanayun sharir matr
chhe nam wyapyun, na hanayun, sahu sthlomanh
ne mrityuna ja shirpen dhari pay gaje,
wichar ne hridayrag yuwan thatan
ene shri wishnu tanun nam hari dharyun ’tun
ne poorn chandr upjawi shire dharyo ’to;
ne gyanne nawanwin srji srjawi
ena wati ja sahu jiwit poshto e
ewo hanyo ja muj suhrid mrityu pape,
ewo hanyo param bandhaw aapno e;
bhage paDyun rasikne raDwanun hawan,
whewa jato atutita jalghar dyo sau
e urdhwgami dwijman dwijraj roop,
sanman sarw wibudhomahin pamnaro;
brahmani sharadani snehaprsadi dhari
e sathman wicharto raslok sauman
audaryni sarit bhali jahan wahe chhe,
anyonyne walagi matsya jahan jiwe chhe,
wyapar jyan sadaywrittitno ja chale,
te diwya sthan hatun whalun atiw ene
e sthanno ati parijay dharidhari
sau anyne pan upaDi jato tyhan e
hoon ye subhagi walgi kar ehne ne
e sthannun subhag darshan pamiyo ’to,
kallol tyan ratitna wanno sunyo ’to;
garjant prem anile chaDi hoon uDyo ’to;
parthiw pashathaki mukt shake thayo ’to;
e lherman upakriti kathwi bhulyo ’to
aje hwe ur jhabhrayun unDa ja ghawe,
chalyo hulas, ghat gheri rahi nirasha;
e aardr ur dharto khagraj khoyo,
whewa ja to atutita jaldhar dyo sau
jyanthi subhagya malyun sharad sangtinun,
te lher shoon ur thayun ramtun ja jyanthi,
tyanthi ure rasanun arthapnun prmanyu,
parthiw arth na ja prapya rahyo ure te
audaryni saritni thai jyanthi jhankhi,
anyonya shoon walagi matsya jiwyun ja janyan,
tyanthi abhed dhari ur banyun prpoorn,
achar e ja thaki wishw takantun bhasyun
chhe pranimatr shir antim aa ja lekh,
whalan tyji dai ja ekal chhe jawanun,
dekhay wishw mahin awun anubhwethi,
ewo anubhaw raDel ja purwjo ye
whewa jato atutita jaladhar dyo sauh
rotan jawun jah raDtan priy mukwan joh
e mitr e bali thayo krur kalno chhe,
eno tathapi rasbodh hato ja judo
ena mate hatun ja wishw tamam kale
anandthi sabhar, e thaki ubhratun;
ne rag antar wishe prkatya pachhi na
shokormina pralayne sahnawun ko di
ena mate na hatun kalasmun kashun kain,
awahi harsh paDto jhuki dharmman e;
sambandh wyakti bahu ye sah dharto ,
khanDo thayo ja na hato pan urrag
e mitrni hati ja prkriti ewi khas,
enathi duhakh nayne nirkhatun na jah
duhkhinun duhakh harwani swikari diksha
e yagyman jiwit ahuti arpto ’to
ardrardr e nayanman ubhrawi bhaw
wistari pankh nij ashrayine dharanto;
duhkhinun duhakh sau turt shamantun kyanya,
wishwe wasyo wadan harsh chhawai raheto!



[સંપાદકીય નોંધ : કલાપીના લાઠી ખાતેના મેનેજર પ્રાણજીવન ભાઈના પુત્ર એટલે ‘જટિલપ્રાણ’ - જટાશંકર પ્રાણજીવન. જટિલ પોતાનું તખલ્લુસ ક્યારેક ‘રસાત્મા’ પણ વાપરતા. ૧૮૮૭-૮૮ની આસપાસ કવિ હરિ હર્ષદ ધ્રુવ અમરેલી હતા ત્યારે જટિલનો એમની જોડે પરિચય થયો હતો, જે પછી ગાઢ બન્યો હતો.]
સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 53)
- સંપાદક : બલવંતરાય કલ્યાણરાય ઠાકોર
- પ્રકાશક : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
- વર્ષ : 1931