Dukh prati ukti (Farbas Virah) - Karun Prashasti | RekhtaGujarati

દુઃખ પ્રતિ ઉક્તિ (ફાર્બસ વિરહ)

Dukh prati ukti (Farbas Virah)

દલપતરામ દલપતરામ
દુઃખ પ્રતિ ઉક્તિ (ફાર્બસ વિરહ)
દલપતરામ

(ઇંદ્રવિજય છંદ)

રે દુખ રૂપી ભુંડા ભમરા તું, રખે કદી ભોળપણે ભમી ભૂલે

પેખી પડ્યો દિલ-પંકજમાં, ચતુરાઈ ચતૂર પડી તુજ ચૂલે;

નીસરવાની રાખીશ આશ. ખરેખરૂં બંધન ખોલ્યું ખૂલે;

તે દીલ પંકજ તો દલપત્તનું, ફાર્બસ મિત્ર વિના નહિ લે.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 103)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002