chhamaas vityaa vishe (Farbas Virah) - Karun Prashasti | RekhtaGujarati

છમાસ વિત્યા વિષે (ફાર્બસ વિરહ)

chhamaas vityaa vishe (Farbas Virah)

દલપતરામ દલપતરામ
છમાસ વિત્યા વિષે (ફાર્બસ વિરહ)
દલપતરામ

(ઇંદ્રવિજય છંદ)

છેટું પડ્યાથી છમાસ જતા, છુટતું સુખ શોકથી છાતી છવાતી;

પત્ર મળે નહિ તો દલપત્ત, અધીરણીથી નહિ ધીર ધરાતી;

ઉઠતી આંચ અચાનકમાં, નિજ થાનકમાં પણ થીર થાતી,

ફાર્બસ મિત્ર જતાં નથી ફાટતિ, છેક કઠોર ઠરી મુજ છાતી.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 105)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2002