biije varshe dukaalnii dhaastii vishe (Farbas Virah) - Karun Prashasti | RekhtaGujarati

બીજે વર્ષે દુકાળની ધાસ્તી વિષે (ફાર્બસ વિરહ)

biije varshe dukaalnii dhaastii vishe (Farbas Virah)

દલપતરામ દલપતરામ
બીજે વર્ષે દુકાળની ધાસ્તી વિષે (ફાર્બસ વિરહ)
દલપતરામ

(ઇંદ્રવિજ્ય છંદ)

દુષ્ટ દુકાળ કરાળ કૃતિ તજ, ક્રોધ હવે કરીશ કદાપિ,

ફાર્બસ ઢાલ ધિંગી ગત થૈ, મુજ, તર્ક તુરંગ પડ્યો તનુ કાંપી;

હીંમત ગૈ હથિયાર પડ્યાં, પછી તું શીદ માંડ તાક તથાપિ,

ચાહી ચલાવ ચડ્યા પરપોટા, પડ્યા પર પાટુ મારીશ પાપી.

રસપ્રદ તથ્યો

કરાળ - વિકરાળ; તુરંગ - ઘોડો

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 106)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2002