Explore Gujarati Karun Prashasti collection | RekhtaGujarati

કરુણ પ્રશસ્તિ

કરૂણપ્રશસ્તિ કે કરુણિકા એટલે વ્યક્તિના મૃત્યુને વિષય બનાવી એના સ્મરણ, ગુણાનુરાગ અને મૃત્યુશોકને ઉપસાવતું કાવ્ય. અંગ્રેજીમાં એને માટે 'એલિજી' (Elegy) સંજ્ઞા પ્રયોજાય છે. દલપતરામ કૃત 'ફાર્બસવિરહ', નરસિંહરાવ કૃત 'સ્મરણસંહિતા', ન્હાનાલાલ કૃત 'પિતૃતર્પણ', ખબરદાર કૃત 'દર્શનિકા', કરસનદાસ માણેક કૃત 'ખાખનાં પોયણાં', સુંદરજી બેટાઈ કૃત 'સદ્ગત ચંદ્રશીલાને', મનસુખલાલ ઝવેરી કૃત 'ભભૂતને', ઉમાશંકર જોશી કૃત 'સદ્ગત મોટાભાઈ' વગેરે કાવ્યો કરૂણપ્રશસ્તિના ઉત્તમ ઉદાહરણો છે.

.....વધુ વાંચો

ઈન્દુલાલ ગાંધી

ગાંધીયુગીન કવિ, નાટ્યકાર અને વાર્તાકાર

ઉમાશંકર જોશી

જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત ગુજરાતી ભાષાના અગ્રગણ્ય સાહિત્યકાર

ગજેન્દ્રરાય ગુલાબરાય બૂચ

પંડિતયુગીન કવિ, 'ગજેન્દ્રમૌક્તિકો'ના કર્તા

ચંદ્રવદન મહેતા

સમર્થ નાટ્યકાર, નાટ્યવિદ્, કવિ અને આત્મકથાકાર

ચિનુ મોદી

કવિ, નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર અને વિવેચક

જટિલ

કવિ અને વિવેચક, કલાપીના સાહિત્યસાથી

દલપતરામ

સુધારકયુગના કવિ અને ગદ્યકાર, એમનું 'બાપાની પીંપર' કાવ્ય અર્વાચીન ગુજરાતી કવિતાનું પ્રારંભબિંદુ ગણાય છે.

બાલમુકુન્દ દવે

અનુગાંધીયુગના એક મહત્ત્વના ગુજરાતી કવિ

હરિશ્ચંદ્ર ભટ્ટ

ગાંધીયુગના મહત્ત્વના કવિ