Thangna thangna thai re thai - Halarda | RekhtaGujarati

થાંગનાં થાંગનાં થૈ રે થૈ

Thangna thangna thai re thai

કૃષ્ણાબાઈ કૃષ્ણાબાઈ
થાંગનાં થાંગનાં થૈ રે થૈ
કૃષ્ણાબાઈ

થાંગનાં થાંગનાં થૈ રે થૈ, નાધડીયા નરહરી, તુને થૈ રે થૈ;

પાતલિયા પુરુષોત્તમ તને થૈ રે, બલભદ્રના ભાઈ તુને થૈ રે થૈ.

જો સખણા બેસો મારી માઈ, તો હું ચાલવા શીખું મારી આઈ. - બલભદ્ર૦

જો આંગલડી આપો મુજ હાથ, તો હું ચાલવા શીખું મોરી માત. - બલભદ્ર૦

ડગમગ ડગમગ ડગલા કેમ હું ભરું, તે અલંગ તલંગ ચાલતો ઠરું. - બલભદ્ર૦

ઘૂંટણીયે ઘુંટણીયે હરિ ચાલ્યા જાય, કચરો ખૂંદે ને માટી ખાય. - બલભદ્ર૦

જે દીયે પોઢયા રે હરિ પ્રાગવટ પાન, તે દીયે તમે ના બીહીના ભગવાન. - બલભદ્ર૦

જ્યારે પોઢ્યા હરિ મારી પાસ, કૃષ્ણાબાઈ છૂટી ભવના પાસ. - બલભદ્ર૦

સ્રોત

  • પુસ્તક : બૃહદ્ કાવ્યદોહન: ખંડ ૫
  • સંપાદક : ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ
  • પ્રકાશક : ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ