Nagahdiya tujne zoli - Halarda | RekhtaGujarati

નાઘડિયા તુજને ઝોળી

Nagahdiya tujne zoli

કૃષ્ણાબાઈ કૃષ્ણાબાઈ
નાઘડિયા તુજને ઝોળી
કૃષ્ણાબાઈ

નાઘડિયા તુજને ઝોળી, બાપુડા તુજને ઝોળી;

ઝોળીમાં રમે નંદનો, નાઘડિયો, ઝુલે પારણે.

વધામણીની વિગત ઘણી, આણો રે ભાત ને પિંગાણી, નાઘડિયો૦

આણો રે ખારેક ને કોપરાં, તેડાં રે નાઘડિયા છોકરાં, નાઘડિયો૦

ચીર પટોળાની વાળો રે ઘડી, તેડો રે બાપુડાની મંડળી, નાઘડિયો૦

ઝોળીમાં સુવાડો રે, મૈયારી, નાળિયેર મૂકીને લે માડી, નાઘડિયો૦

મહિયારીને આપો નંદજી દામ, કૃષ્ણાબાઈનો કૃષ્ણ સુખધામ, નાઘડિયો૦

સ્રોત

  • પુસ્તક : બૃહત્ કાવ્યદોહન-5
  • સંપાદક : ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ
  • પ્રકાશક : ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ