હરિ હાલો રે, કાહાનજી હાલો રે
Hari halo re kanha ji halo re
કૃષ્ણાબાઈ
Krishnabai
કૃષ્ણાબાઈ
Krishnabai
હરિ હાલો રે, કાહાનજી હાલો રે;
નંદજીનો લાલો રે, વિશ્વનો વહાલો રે, તે પોઢ્યો પારણે; હરિ હાલો૦
હરિને પારણે જડ્યા ખાપ રે, નંદજી તો બાપ, ઝુલાવે પારણું; હરિ૦
કાનાને પારણે જડ્યા હીરા રે, બળિભદ્ર જેવા વીરા, ઝુલાવે પારણું; હરિ૦
હરિને પારણે હીરની દોરી રે, સોભદ્રા બેન ગોરી, ઝુલાવે પારણું; હરિ૦
કાનાને પારણે ઝાઝાં મોતી રે, મળી બ્રીજની ગોપી, ઝુલાવે પારણું; હરિ૦
હાલરૂ ગાય ‘કૃષ્ણાબાઈ’ રે, કાનજી છે સુખદાઈ, ઝુલાવે પારણું; હરિ૦
સ્રોત
- પુસ્તક : બૃહદ્ કાવ્યદોહન: ખંડ ૫
- સંપાદક : ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ
- પ્રકાશક : ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ
