ઝવેરચંદ મેઘાણી
Jhaverchand Meghani
(ખેડૂતની સ્ત્રી ખાંસીના રોગમાં પીડાતા બાળને હીંચોળતી ગાય છે)
ખાંસી ખા મા રે! ખાંસી ખા મા!
ઊંચે સાદે ઉધરસ ખા મા રે! ખાંસી ખા મા!
શેઠિયો સાંભળશે તો ભાડા સારુ બાઝી મરશે :
દીકરા! તું દુશ્મન થા મા રે! ખાંસી ખા મા!
સંઘીડો સાંભળશે તો લેણા સારુ લોહી પીશે :
કળથી નથી ખેતરાંમાં રે! ખાંસી ખા મા!
આખો દા'ડો ધાવું ધાવું-ભૂખ્યાં ધાવણ ક્યાંથી લાવું!
શું ચૂસતો ચામડામાં રે! ખાંસી ખા મા!
વેદના જો ન ખમાતી, દબાવી રાખવી છાતી :
'મામ મામ કહી માથું ખા મા રે! ખાંસી ખા મા!
ભૂખથી તો રોગ જાવે, મીઠી મીઠી નીંદર આવે!
ઘોંટાઈ રહે ઘોડયામાં રે! ખાંસી ખા મા!
મા'જન દેતા ધરમાદા, તોયે શેનાં મરો માંદાં!
પૂર્વે કર્યાં પાપ-કામાં રે! ખાંસી ખા મા!
લીલાપીળા સીસામાંથી ઝીણામોટા આંકા માપી,
દવા પાય દાગતર મામા રે! ખાંસી ખા મા!
ઓસડ સાટુ આઠ આના, આપ્યા એને છાનામાના :
મૂકશે નળી કાળજામાં રે! ખાંસી ખા મા!
બાપો તારો તારે પાપે, પાણાખાણે પા'ણા કાપે :
નૂરિયો લખે ખોટાં નામાં રે! ખાંસી ખા મા!
કૂડિયાએ દાડી કાપી, ઘાસેલી બે આની આપી :
માજિસ્ટ્રેટ એની વહુના મામા રે! ખાંસી ખા મા!
ઊંચે સાદે ઉધરસ ખા મા રે!
ખાંસી ખા મા!
મારી રે વિપદના વિસામા રે!
ખાંસી ખા મા!
ખાંસી ખા મા રે!
ખાંસી ખા મા!
[kheDutni stri khansina rogman piData balne hincholti gay chhe]
khansi kha ma re! khansi kha ma!
unche sade udhras kha ma re! khansi kha ma!
shethiyo sambhalshe to bhaDa saru bajhi marsheh
dikra! tun dushman tha ma re! khansi kha ma!
sanghiDo sambhalshe to lena saru lohi pisheh
kalthi nathi khetranman re! khansi kha ma!
akho daDo dhawun dhawun bhukhyan dhawan kyanthi lawun!
shun chusto chamDaman re! khansi kha ma!
wedna jo na khamati, dabawi rakhwi chhatih
‘mam mam’ kahi mathun kha ma re! khansi kha ma!
bhukhthi to rog jawe, mithi mithi nindar aawe!
ghontai rahe ghoDyaman re! khansi kha ma!
majan deta dharmada, toye shenan maro mandan!
purwe karyan pap kaman re! khansi kha ma!
lilapila sisamanthi jhinamota aanka mapi,
dawa pay dagtar mama re! khansi kha ma!
osaD satu aath aana, aapya ene chhanamana
mukshe nali kaljaman re! khansi kha ma!
bapo taro tare pape, panakhane pana kape ha
nuriyo lakhe khotan naman re! khansi kha ma!
kuDiyaye daDi kapi, ghaseli be aani apih
majistret eni wahuna mama re! khansi kha ma!
unche sade udhras kha ma re!
khansi kha ma!
mari re wipadna wisama re!
khansi kha ma!
khansi kha ma re!
khansi kha ma!
(1930)

સ્રોત
- પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 111)
- સંપાદક : જયંત મેઘાણી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 1997