Aangalda pahero re hari - Halarda | RekhtaGujarati

આંગલડાં પહેરો રે હરિ

Aangalda pahero re hari

કૃષ્ણાબાઈ કૃષ્ણાબાઈ
આંગલડાં પહેરો રે હરિ
કૃષ્ણાબાઈ

આંગલડાં પહેરો રે હરિ, આંગલડે ફરતી ઘૂઘરી,

જસોદાનો જાઓ, નંદનો લાલો, ઘમકાવે ઘૂઘરી.

આંગલડે મોતીના બખિયા, ચંદ્ર સૂરજ આંગલડે લખિયા રે, ઘમકાવે૦

આંગલડે ફરતી છે તોઈ, ઝબલા ટોપી લાવી રે ફોઈ, ઘમકાવે૦

આંગલડે નવી રે નવાઈ, લંગર ઝાંઝર લાવી વડીઆઈ, ધમકાવે૦

આંગલડે પહેરયા છે કડાં, ‘કૃષ્ણાબાઈ’ના ભાયગ વડા રે, ઘમકાવે૦

સ્રોત

  • પુસ્તક : બૃહત્ કાવ્યદોહન-5
  • સંપાદક : ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ
  • પ્રકાશક : ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ