haiku 1 - Haiku | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નવવધૂએ

દીપ હોલવ્યો: રાત

રૂપની વેલ.

----

વાળવી વાડી

શી રીતે! - પાનખર

ઘડી જંપે!

---

તરતું જાય

હવામાં પંખી ગાતું:

નભ રંગાતું.

---

સૂકેલી ડાળે

પોપટ બેઠો: પાન

ચોગમ લીલાં.

---

પતંગિયું ત્યાં

થયું અલોપઃ શૂન્ય

ગયું રંગાઈ.

---

ઊગે સોનેરી

ચાંદ: સૂરજ થાય

રૂપેરી રાતો!

---

છાપરું ચૂવેઃ

ભીંજે ખોળામાં બાળ

માનાં આંસુથી.

---

સમીર ગયો

પકડાઈ તું કંપ

મહીં પર્ણોના!

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 739)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007