નવવધૂએ
દીપ હોલવ્યો: રાત
રૂપની વેલ.
----
વાળવી વાડી
શી રીતે! - પાનખર
ઘડી ન જંપે!
---
તરતું જાય
હવામાં પંખી ગાતું:
નભ રંગાતું.
---
સૂકેલી ડાળે
પોપટ બેઠો: પાન
ચોગમ લીલાં.
---
પતંગિયું ત્યાં
થયું અલોપઃ શૂન્ય
ગયું રંગાઈ.
---
ઊગે સોનેરી
ચાંદ: સૂરજ થાય
રૂપેરી રાતો!
---
છાપરું ચૂવેઃ
ભીંજે ખોળામાં બાળ
માનાં આંસુથી.
---
સમીર ગયો
પકડાઈ તું કંપ
મહીં પર્ણોના!
nawawdhue
deep holawyoh raat
rupni wel
walwi waDi
shi rite! pankhar
ghaDi na jampe!
taratun jay
hawaman pankhi gatunh
nabh rangatun
sukeli Dale
popat bethoh pan
chogam lilan
patangiyun tyan
thayun alop shunya
gayun rangai
uge soneri
chandah suraj thay
ruperi rato!
chhaparun chuwe
bhinje kholaman baal
manan ansuthi
samir gayo
pakDai tun kamp
mahin parnona!
nawawdhue
deep holawyoh raat
rupni wel
walwi waDi
shi rite! pankhar
ghaDi na jampe!
taratun jay
hawaman pankhi gatunh
nabh rangatun
sukeli Dale
popat bethoh pan
chogam lilan
patangiyun tyan
thayun alop shunya
gayun rangai
uge soneri
chandah suraj thay
ruperi rato!
chhaparun chuwe
bhinje kholaman baal
manan ansuthi
samir gayo
pakDai tun kamp
mahin parnona!
સ્રોત
- પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 739)
- સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2007