haiku - Haiku | RekhtaGujarati

ઝાપટું વર્ષી

શમ્યું; વેરાયો ચંદ્ર

ભીના ઘાસમાં.

---

ફરતી પીંછી.

અંધકારનીઃ દીપ

નહીં રંગાય.

---

સાગરે ઓટઃ

ચિતરામણ કાંઠે

કરચલાનાં.

---

રાત અંધારીઃ

તેજ-તરાપે તરે

નગરી નાની.

---

ડૂબકી ખાતી

જળકૂકડી: ભર્યું

તળાવ લ્હેરે.

---

ઊંચે ચઢું હું-

ખીણ નીચેની જાય

ઊંડી ને ઊંડી.

---

પવન પડે,

બિનહલેસે હોડી

એકલી તરે.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 68)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004