રેખ્તા ગુજરાતીના શુભારંભમાં મોરારિબાપુએ આશીર્વચન આપતા સાહિત્ય, સમાજ અને સંસ્કૃતિની વિશેષ વાત કરી. એમણે વરિષ્ઠ સાહિત્યકાર શ્રી રઘુવીર ચૌધરીને ઉદ્દેશી મહાકાવ્યોમાં શૃંગાર રસની વાત કરી અને સાથે અનેક નામી-અનામી શાયરોને પણ યાદ કર્યા. દરેક ભાષાને પોતીકી ભાષા ગણાવીને એમણે સંસ્કૃત, ગુજરાતી અને ઉર્દૂનો સંબંધ પણ સમજાવ્યો. 20 માર્ચે યોજાયેલા કાર્યક્રમને ઐતિહાસિક ગણાવ્યો તથા રેખ્તા ગુજરાતી માટે ઉજ્જવળ સફળતાની શુભેચ્છા વ્યક્ત કરી. મોરારિબાપુએ આપેલું વક્તવ્ય માણો આ વીડિયોમાં.