અ શબ્દનો ગુજરાતી અર્થ |a meaning in Gujarati | Rekhtagujarati

a meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • સંસ્કૃત વર્ણમાળાનો પહેલો અક્ષર-એક સ્વર
  • ભારતીય વર્ણમાળાનો પહેલો સ્વર
  • પૂર્વંગ. નકારાર્થે : એ છ પ્રકારે વ્યક્ત થાય છે : ૧. સાદૃશ્ય એટલે સમાનતા : અબ્રાહ્મણ = બ્રાહ્મણ સિવાય અન્ય વર્ણનું, પણ બ્રાહ્મણ જેવું જનોઈવાળું; ર. અભાવ : અફળ = ફળ રહિત; ૩. અન્યત્વ એટલે ભિન્નતા : અઘટ = ઘટથી ભિન્ન પટ વગેરે; ૪. અલ્પતા : અબુદ્ધ = ઓછી સમઝવાળું; ૫. નિંદિતપણું : અધન = ખરાબ ધન; ૬. વિરોધ : અધર્મ = ધર્મથી વિરુદ્ધ આચરણ
  • વિષ્ણુ, બ્રહ્મા, શિવ
  • વ્યંજનથી શરૂ થતા શબ્દની પૂર્વે વપરાતો પૂર્વગ
  • ગુજરાતી વર્ણમાળાનો પહેલો સ્વર, એ ગુણાત્મક સ્વરિત વિવૃત્ત 'અ' અને સાદા અસ્વરિત સંવૃત્ત 'અ' ઉચ્ચારણો લેખનમાં બતાવવા એકલો યા વ્યંજનમાં અંતર્ગત થયેલો પ્રયોજાય છે; કોઈ પણ સ્વરિત શ્રુતિ પછીની શ્રુતિમાં લખવામાં આવતો વ્યંજનાંતર્ગત 'અ' ઉચ્ચારણની દૃષ્ટિએ અભાવાત્મક અનુભવાય છે, જેને કમળાશંકર પ્રા. ત્રિવેદીએ 'શાંત', કેશવ હર્ષદ ધ્રુવે 'દ્રુત' અને નરસિંહરાવ દિવેટિયાએ 'લઘુપ્રયત્ન' કહેલ; 'કાર્ય', 'હિંસ્ર', 'પ્રશ્ન' જેવા અનેક તત્સમ શબ્દોમાં સ્વરિત શ્રુતિ પછી સંયુક્ત વ્યંજનોમાંનો 'અ' શ્રાવ્ય છે અને એ અસ્વરિત સંવૃત્ત ઉચ્ચરિત થાય છે, (ગુ.) પૂર્વગ. નકારાર્થે : અજાણ્યું = જાણવામાં ન આવેલું; અયોગ્યાર્થે : અખાજ = ખાવા માટે યોગ્ય નહિ તેવું, (ગુ.) પૂર્વગ. અતિશયના અર્થનો ગુજરાતી પૂર્વગ : અલોપ = અત્યંત લોપ, અભાવ; અઘોર = અત્યંત ઘોર, ભયાનક (જેનાંથી વધુ ઘોર નથી તેવું નમ બ. વ્રી.)
  • (negpref.) અ is used before words beginning with a consonant, and અન્ before words beginning with a vowel, in the sense of(1) 'not' (e.g. અસુખ, unhappiness)
  • first letter and vowel of the Devanagari (and Gujarati) alphabet
  • first of the three sounds અ, ઉ, મ, constituting the sacred or mystic syllable or ऊँ (om) and stands for Vishnu
  • opposite' (e.g. અસુર, devil)
  • any one of the Hindu Trinity, viz. Brahmā, Vishnu and Shiva
  • 'inappropriateness' or 'wrongness' (e.g. અકાળ, inopportune, untimely)
  • other than' (e.g. અબ્રાહ્મણ, non-Brahmin)
  • 'excessive' (અતિ) (e.g. અધોર,terrible)
  • redundant, not adding anything to the meaning of the word to which it is prefixed (e.g. અલોચ, disappearance)
  • संस्कृत-कुटुंब की वर्णमालाका पहला अक्षर—एक स्वर

આપને આ પણ વાંચવું ગમશે