પથિકવૃક્ષ
મુસાફરનું ઝાડ. તે કેળના જેવું હોય છે. તેનું થડ રસથી ભરેલ હોય. સામસામી બે દિશામાં તેનાં પાંદડાં ઊગે છે, એટલે તેનો આકાર પંખા જેવો થઇ રહે છે. પાંદડાં પાંચથી છ ફૂટ લાંબાં હોય છે. જેમ થડ વધતું જાય તેમ નીચેનાં પાંદડાં સુકાઈ જાય છે. આ ઝાડનાં પાંદડાંની દાંડીમાં પુષ્કળ પાણી હોય છે. મુસાફર લોકો આ ઝાડને સહેજ છેદી તેનો રસ પીવા માટે મેળવે છે, તેથી તે પથિકવૃક્ષ કહેવાય છે. તેનાં પાંદડાં છાપરાં ઢાંકવામાં અને થડ દીવાલ અથવા પડદા બનાવવામાં વપરાય છે.