રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઝેરનો તો પ્રશ્ન ક્યાં છે, ઝેર તો હું પી ગયો
jherno to parashn kyan chhe, jher to hun pi gayo
ઝેરનો તો પ્રશ્ન ક્યાં છે, ઝેર તો હું પી ગયો,
આ બધાને એ જ વાંધો છે કે હું જીવી ગયો.
હું કોઈનું દિલ નથી, દર્પણ નથી, સપનું નથી,
તો પછી સમજાવ કે હું શી રીતે તૂટી ગયો.
કંઈક વખત એવું બન્યું કે છેક અંતિમ શ્વાસ પર,
મોતને વાતોમાં વળગાડીને હું સરકી ગયો.
માછલીએ ભરસભામાં ચીસ પાડીને કહ્યું,
તે મને વીંધી છે, મારી આંખ તું ચૂકી ગયો.
એમ કંઈ સ્વપ્નમાં જોયેલો ખજાનો નીકળે?
ભાઈને હું શું કહું, એ મારું ઘર ખોદી ગયો.
જેને માટે મેં ખલીલ, આખી ગઝલ માંડી હતી,
એ જ આખી વાત ક્હેવાનું તો હું ભૂલી ગયો.
jherno to parashn kyan chhe, jher to hun pi gayo,
a badhane e ja wandho chhe ke hun jiwi gayo
hun koinun dil nathi, darpan nathi, sapanun nathi,
to pachhi samjaw ke hun shi rite tuti gayo
kanik wakhat ewun banyun ke chhek antim shwas par,
motne watoman walgaDine hun sarki gayo
machhliye bharasbhaman chees paDine kahyun,
te mane windhi chhe, mari aankh tun chuki gayo
em kani swapnman joyelo khajano nikle?
bhaine hun shun kahun, e marun ghar khodi gayo
jene mate mein khalil, aakhi gajhal manDi hati,
e ja aakhi wat khewanun to hun bhuli gayo

સ્રોત
- પુસ્તક : સારાંશ (પૃષ્ઠ ક્રમાંક 92)
- સર્જક : ખલીલ ધનતેજવી
- પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
- વર્ષ : 2008