jhankhna basastop par - Ghazals | RekhtaGujarati

ઝંખના-બસસ્ટોપ પર

jhankhna basastop par

હર્ષદેવ માધવ હર્ષદેવ માધવ
ઝંખના-બસસ્ટોપ પર
હર્ષદેવ માધવ

એક સપનું આવશે ને એય છાનું આવશે

જેમાં કારણ ચાહવા માટે સજાનું આવશે.

ઝાંઝવાં ફંફોસવા પાંપણ ઉઘાડી શોધતાં

આંખમાં આંસુનું છૂપું ચોરખાનું આવશે.

પૂર્વજન્મોની કથાના તાંતણા સાંધો હજુ

ત્યાં અધૂરું જિંદગીનું કોઈ પાનું આવશે.

નામ તો મારું લખેલું બારણાં ઉપર હશે

ઘર ખરું જોવા જશો તો ત્યાં વ્યથાનું આવશે.

ઝંખના બસસ્ટોપ પર, છેડે પ્રતીક્ષા-માર્ગના

ત્યાં જઈને પણ તને શોધ્યા જવાનું આવશે

આપણે ભીંજાઈ જાવાનું વિચાર્યું ત્યાં ફરી

ઝાપટું વરસી ગયાનું એક બ્હાનું આવશે...

સ્રોત

  • પુસ્તક : પાન સરનામું ન જાણે ઝાડનું આ દેશમાં (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સર્જક : ડૉ. હર્ષદેવ માધવ
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન