jevi mali aa jindagi, tevi gami hati - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જેવી મળી આ જિંદગી, તેવી ગમી હતી

jevi mali aa jindagi, tevi gami hati

મનસુખ નારિયા મનસુખ નારિયા
જેવી મળી આ જિંદગી, તેવી ગમી હતી
મનસુખ નારિયા

જેવી મળી જિંદગી, તેવી ગમી હતી,

તો પણ હંમેશાં લાગતું, થોડી કમી હતી.

આધાર એનો ક્યાં હશે, જાણતી હશે,

થોડીક ડાળો મૂળ તરફ પણ નમી હતી.

આંખો વડે ઊંડાણથી ઉલેચવા છતાં,

ખારાશ લોહીની કદીયે ક્યાં સમી હતી?

થંભી જવાના આખરે ધબકાર સ્હેજમાં,

શ્વાસોનો બોજ હવા ક્યારે ખમી હતી?

ઇચ્છા સવારે સૂર્યની જેમ ઊગે સતત,

પણ કદી ક્યાં સાંજ થઈને આથમી હતી?

મેં રક્તમાં રાખી હતી ઝંખનાઓ પણ,

મારી સામે કેટલા દાવો રમી હતી!

સ્રોત

  • પુસ્તક : રજકણથી રક્તકણમાં (પૃષ્ઠ ક્રમાંક 28)
  • સર્જક : મનસુખ નારિયા
  • પ્રકાશક : કાઉન્સિલ ઓફ આર્ટ એન્ડ કલ્ચર
  • વર્ષ : 2003