રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોગંભીર ઘા પડ્યો છે, જલ્દી ઇલાજ કરજે,
અંધાર આભડ્યો છે, જલ્દી ઇલાજ કરજે.
પાગલ કરી શકે છે જેનો અવાજ સુધ્ધાં,
એ આગમી અડ્યો છે, જલ્દી ઇલાજ કરજે.
બીજી બધીય વાતે બક્ષી શકાય, કિન્તુ;
વ્હેવારમાં વડ્યો છે, જલ્દી ઇલાજ કરજે.
ચકલીની જેમ ચંચળ ઔષધનો આ ખજાનો
જડતા તને જડ્યો છે, જલ્દી ઇલાજ કરજે.
પહેલા બહું બહું તો ‘નારાજ’ લાગતો ‘તો,
પણ આજ તો રડ્યો છે. જલ્દી ઇલાજ કરજે.
gambhir gha paDyo chhe, jaldi ilaj karje,
andhar abhaDyo chhe, jaldi ilaj karje
pagal kari shake chhe jeno awaj sudhdhan,
e agami aDyo chhe, jaldi ilaj karje
biji badhiy wate bakshi shakay, kintu;
whewarman waDyo chhe, jaldi ilaj karje
chaklini jem chanchal aushadhno aa khajano
jaDta tane jaDyo chhe, jaldi ilaj karje
pahela bahun bahun to ‘naraj’ lagto ‘to,
pan aaj to raDyo chhe jaldi ilaj karje
gambhir gha paDyo chhe, jaldi ilaj karje,
andhar abhaDyo chhe, jaldi ilaj karje
pagal kari shake chhe jeno awaj sudhdhan,
e agami aDyo chhe, jaldi ilaj karje
biji badhiy wate bakshi shakay, kintu;
whewarman waDyo chhe, jaldi ilaj karje
chaklini jem chanchal aushadhno aa khajano
jaDta tane jaDyo chhe, jaldi ilaj karje
pahela bahun bahun to ‘naraj’ lagto ‘to,
pan aaj to raDyo chhe jaldi ilaj karje
સ્રોત
- પુસ્તક : વૃક્ષ નથી વૈરાગી (પૃષ્ઠ ક્રમાંક 30)
- સર્જક : ચંદ્રેશ મકવાણા
- પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની
- વર્ષ : 2009