રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપત્રમાંય એમનાં આંસુ ખર્યાં હતાં,
મેં એ બધાંય પહેલેથી જ સંઘર્યાં હતાં.
મોજાંની ટોચ પર ચડેલ માછલીની જેમ,
કીકીમાં કોકવાર એય તરવર્યાં હતાં.
ગોરંભ્યું હોય તોય તે વરસે નહીં ટીપુંય
એવું ગગન બનેલ અમે સાંભર્યાં હતાં.
એ મળ્યાં પ્રથમ મળી’તી ઝંખના મને
પામ્યા પછીય પામવાનાં તપ કર્યાં હતાં!
પૂછ્યું હતું તમે કે, તમે ક્યાં મળ્યાં હતાં?
-એ સ્થળની આસપાસ અમે તો ફર્યાં હતાં!
patrmanya emnan aansu kharyan hatan,
mein e badhanya pahelethi ja sangharyan hatan
mojanni toch par chaDel machhlini jem,
kikiman kokwar ey tarwaryan hatan
gorambhyun hoy toy te warse nahin tipunya
ewun gagan banel ame sambharyan hatan
e malyan pratham mali’ti jhankhna mane
pamya pachhiy pamwanan tap karyan hatan!
puchhyun hatun tame ke, tame kyan malyan hatan?
e sthalni asapas ame to pharyan hatan!
patrmanya emnan aansu kharyan hatan,
mein e badhanya pahelethi ja sangharyan hatan
mojanni toch par chaDel machhlini jem,
kikiman kokwar ey tarwaryan hatan
gorambhyun hoy toy te warse nahin tipunya
ewun gagan banel ame sambharyan hatan
e malyan pratham mali’ti jhankhna mane
pamya pachhiy pamwanan tap karyan hatan!
puchhyun hatun tame ke, tame kyan malyan hatan?
e sthalni asapas ame to pharyan hatan!
સ્રોત
- પુસ્તક : તમે (પૃષ્ઠ ક્રમાંક 76)
- સર્જક : માધવ રામાનુજ
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 1986
- આવૃત્તિ : બીજી આવૃત્તિ