wriddh dampti - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઊંચકી બચપણ - યુવાનીનાં સ્મરણ બેસી રહ્યાં,

સાંજ લંબાતી ગઈ ને બેઉં જણ બેસી રહ્યાં.

કે પવન આવે હલે ડાળી ને ખરવાનું બને,

કઈ હદે? કઈ આશમાં? પીળાં પરણ બેસી રહ્યાં.

પ્હોંચવું જો હોય તો ક્યાં કૈં પણ આઘું હતું,

શુંય ઘૂંટાતું રહ્યું ભીતર? ચરણ બેસી રહ્યા.

આવતાં'તાં આંખને તો રોજ અંધારાં છતાં,

ખૂબ મોંઘી ઊજળી લઈ એક ક્ષણ બેસી રહ્યાં.

પુત્ર ઓચિંતો કદી આવી જશે પરદેશથી,

કોઈ પણ સાંજે નીકળ્યા ક્યાંય પણ, બેસી રહ્યાં.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન 2009 (પૃષ્ઠ ક્રમાંક 69)
  • સંપાદક : રાજેશ પંડ્યા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2012