યાદ આવે જો એની, શું થાશે
yaad aave jo aenii, shun thaashe
ગોવિંદ ગઢવી 'સ્મિત'
Govind Gadhavi 'Smit'
ગોવિંદ ગઢવી 'સ્મિત'
Govind Gadhavi 'Smit'
યાદ આવે જો એની, શું થાશે?
એક ધડકન હૃદય ચૂકી જાશે.
ના બુઝાશે અહીં તરસ તારી,
મીટ ત્યાં માંડવાની આકાશે.
એક પગ ઊપડે ’ને બીજો નહિ,
વેણ સામેથી એવું બોલાશે.
છોડ ઘૂંટવાનું તારા કક્કાને,
વાત સઘળી પછી જ સમજાશે.
આવશે તો જ તારાં આંગણમાં,
દ્વાર ભીતરનાં જ્યારે ખોલાશે.
સ્રોત
- પુસ્તક : મનોરથ (પૃષ્ઠ ક્રમાંક 16)
- સર્જક : ગોવિંદ ગઢવી 'સ્મિત'
- પ્રકાશક : હિતેન્દ્ર ગોવિંદ ગઢવી
- વર્ષ : 2023
