વિશ્વ પર ચારે તરફ અંધકાર પથરાયો હતો
wishw par chare taraph andhkar pathrayo hato
વિશ્વ પર ચારે તરફ અંધકાર પથરાયો હતો,
શ્યામ પાલવ રાત્રિનો સર્વત્ર લંબાયો હતો.
પ્રાણીઓ પૃથ્વી ઉપર આરામથી પોઢ્યાં હતાં,
માત્ર તારાઓ હતા આકાશ ઉપર જાગતા.
પ્રકૃતિ મૂંગી હતી. કંઈ શૂન્યતા છાઈ હતી,
ઊંડા ચિંતનમાં ડુબાડે એવી તનહાઈ હતી.
એ સમે કોઈ કવિ ત્યાં જાગતો બેઠો હતો,
મીટ માંડી આભ પર કંઈ શોચતો બેઠો હતો.
દૂર, ટમટમતો ગયો ત્યાં આભથી તારો ખરી,
જેમ કોઈ અશ્રુબિન્દુ આંખથી જાયે સરી.
એ નિહાળીને કવિના મન મહીં આવ્યો. વિચાર;
માનવી-અંજામનો શું આ નથી સાચો ચિતાર?
આ જીવનની જ્યોત પણ છે આભના તારા સમી,
રહી જશે બુઝાઈ વિશ્વે ચાર દિન એ ટમટમી.
તારલો ખરતાંય પાછળ તેજ વેરી જાય છે,
માનવી પણ એમ પાછળ યાદ મૂકી જાય છે.
થાય છે ઈનસાનનું પણ વિશ્વમાં આવું પતન,
ખાકથી સર્જાયલા થઈ જાય છે એમાં દફન.
ચાર દિન આ વિશ્વની બાઝારમાં ઘૂમી, ભમી,
ખાક-મૂર્તિ આખરે જઈ ખાકમાં જાતી શમી.
wishw par chare taraph andhkar pathrayo hato,
shyam palaw ratrino sarwatr lambayo hato
pranio prithwi upar aramthi poDhyan hatan,
matr tarao hata akash upar jagata
prkriti mungi hati kani shunyata chhai hati,
unDa chintanman DubaDe ewi tanhai hati
e same koi kawi tyan jagto betho hato,
meet manDi aabh par kani shochto betho hato
door, tamatamto gayo tyan abhthi taro khari,
jem koi ashrubindu ankhthi jaye sari
e nihaline kawina man mahin aawyo wichar;
manawi anjamno shun aa nathi sacho chitar?
a jiwanni jyot pan chhe abhna tara sami,
rahi jashe bujhai wishwe chaar din e tamatmi
tarlo khartanya pachhal tej weri jay chhe,
manawi pan em pachhal yaad muki jay chhe
thay chhe insananun pan wishwman awun patan,
khakthi sarjayla thai jay chhe eman daphan
chaar din aa wishwni bajharman ghumi, bhami,
khak murti akhre jai khakman jati shami

સ્રોત
- પુસ્તક : ગુજરાતી પ્રતિનિધિ ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 137)
- સંપાદક : ચિનુ મોદી
- પ્રકાશક : સાહિત્ય અકાદમી
- વર્ષ : 1996