watawran gulabi, majano samay hato - Ghazals | RekhtaGujarati

વાતાવરણ ગુલાબી, મજાનો સમય હતો

watawran gulabi, majano samay hato

હેમેન શાહ હેમેન શાહ
વાતાવરણ ગુલાબી, મજાનો સમય હતો
હેમેન શાહ

વાતાવરણ ગુલાબી, મજાનો સમય હતો,

અફસોસ કે મારા જવાનો સમય હતો!

દેણગી કે શ્રાપ, ખબર પણ પડી નહીં,

જે કાવ્યનો સમય, વ્યથાનો સમય હતો!

ભરપૂર પ્રેમ હોય તો ઢંકાય ખામીઓ,

પથરાળ પટ તો ઓટ થવાનો સમય હતો!

આંસુ ને સ્વપ્ન, આંખમાં સાથે રહે નહીં,

છે એક વર્તમાન, બીજાનો સમય હતો!

અંતિમ ક્ષણે કહ્યું મેં સિકંદરના કાનમાં,

દુનિયાનો એકમાત્ર ખજાનો સમય હતો!

સ્રોત

  • પુસ્તક : નવનીત સમર્પણ - 2016
  • સંપાદક : દીપક દોશી
  • પ્રકાશક : ભારતીય વિદ્યા ભવન