pratha intejarni - Ghazals | RekhtaGujarati

પ્રથા ઇન્તેજારની

pratha intejarni

શૂન્ય પાલનપુરી શૂન્ય પાલનપુરી
પ્રથા ઇન્તેજારની
શૂન્ય પાલનપુરી

સારું થયું ફગાવી પ્રથા ઇન્તેજારની

કેવી હવે મજા છે વ્યથા-મુક્ત પ્યારની?

તો નિશાચરોનો વિષય છે દોસ્તો!

સૂરજ કદી વાત કરે અંધકારની

વેચાયેલાં ગુલોની કોઈ ચાલ તો નથી?

ક્યાંથી ઘૂસી બહાર ચમનમાં બહારની?

તારો ને મારો મેળ નહીં ખાય તબીબ,

મુજને પડી દરદની, તને સારવારની.

શું જોઈ લોક શૂન્યને બોલાવતા હશે?

ગજવે છે ક્યાં હવે સભાઓ પ્રચારની?

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 55)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008