
કેવો પ્રભાવ મારા હૃદય પર કરી ગયાં?
કોની વ્યથામાં આંખથી અશ્રુ સરી ગયાં?
સન્માન કરજો યા પછી ઠોકર લગાવજો,
દિલને અમે તો આપનાં ચરણે ધરી ગયાં.
આવ્યા અમારી પાસે ઉમંગો અનેક લઈ,
અફસોસ છે કે અશ્રુથી પાલવ ભરી ગયાં.
તારી હતી એક આશ, તું તેનો વિચાર કર,
જેના જીવનનાં સેંકડો સપનાં સરી ગયાં!
વાતો હવે વફાની જગતમાં રહી ગઈ,
દુશ્મનનું કામ જે હતું, મિત્ર કરી ગયાં.
લાગી ‘લતીફ’ કોની નજર તારા બાગને?
બે-ચાર ફૂલ જે હતાં તે પણ ખરી ગયાં!
kewo prabhaw mara hriday par kari gayan?
koni wythaman ankhthi ashru sari gayan?
sanman karjo ya pachhi thokar lagawjo,
dilne ame to apnan charne dhari gayan
awya amari pase umango anek lai,
aphsos chhe ke ashruthi palaw bhari gayan
tari hati ek aash, tun teno wichar kar,
jena jiwannan senkDo sapnan sari gayan!
wato hwe waphani jagatman rahi gai,
dushmananun kaam je hatun, mitr kari gayan
lagi ‘latiph’ koni najar tara bagne?
be chaar phool je hatan te pan khari gayan!
kewo prabhaw mara hriday par kari gayan?
koni wythaman ankhthi ashru sari gayan?
sanman karjo ya pachhi thokar lagawjo,
dilne ame to apnan charne dhari gayan
awya amari pase umango anek lai,
aphsos chhe ke ashruthi palaw bhari gayan
tari hati ek aash, tun teno wichar kar,
jena jiwannan senkDo sapnan sari gayan!
wato hwe waphani jagatman rahi gai,
dushmananun kaam je hatun, mitr kari gayan
lagi ‘latiph’ koni najar tara bagne?
be chaar phool je hatan te pan khari gayan!



સ્રોત
- પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 212)
- સંપાદક : હરીન્દ્ર દવે
- પ્રકાશક : પ્રવીણ પ્રકાશન
- વર્ષ : 2002
- આવૃત્તિ : ચોથી આવૃત્તિ