anglkanya joi wilai gayun - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આંગ્લકન્યા જોઈ વિલાઈ ગયું

anglkanya joi wilai gayun

અદમ ટંકારવી અદમ ટંકારવી
આંગ્લકન્યા જોઈ વિલાઈ ગયું
અદમ ટંકારવી

આંગ્લકન્યા જોઈ વિલાઈ ગયું

ગુર્જરીનું રૂપ નજરાઈ ગયું

સોળ શણગારો સરર સરકી ગયા

સેંથીનું સિંદૂર ભૂંસાઈ ગયું

ના રહી બારાખડીની દામણી

ઝળહળીત એક ભાલ ઝંખાઈ ગયું

કર્યા લલાટે છે અનુસ્વાર ચાંદલો

તામ્ર તત્સમ તેજ અળપાઈ ગયું

દીર્ઘ ચોધાર આંસુએ રડી

આંખનું કાજળ રેલાઈ ગયું

વાળી વ્યુત્પત્તિની લ્યો ખોવાઈ ગૈ

નમણું નાજુક નાક અડવાઈ ગયું

ને અંબોડે હવે કેતક નથી

ફૂલ વેણીનુંય કરમાઈ ગયું

સ્રોત

  • પુસ્તક : ૭૮૬ ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 237)
  • સર્જક : અદમ ટંકારવી
  • પ્રકાશક : લજ્જા પબ્લિકેશન્સ
  • વર્ષ : 2014