રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોસમયના નામની તકતી અમારા નામની આગળ રહે છે કાયમી,
ક્ષણોની ઊડતી ચકલી અમારા નામની આગળ રહે છે કાયમી.
કદી ડાળી, કદી પત્તા, કદી બસ થડ તણા હુંકારને ભીતર ભરી,
કહો કે વૃક્ષની મરજી અમારા નામની આગળ રહે છે કાયમી.
અમારી નામના ચારે તરફ વાગી જશે, ખખડી જશે ડંકો હવે;
પીટેલા ઢોલની ગરમી અમારા નામની આગળ રહે છે કાયમી.
ક્ષણોને લૂંટતો, લૂંટાવતો ચાલ્યો ગયો એ તાનમાં ને તાનમાં;
કહો : કે કોણ અક્કરમી અમારા નામની આગળ રહે છે કાયમી?
લખી છે વાત મેં તારા સબબ, કેવળ અને કેવળ હવે તારા સબબ;
છતાં એ વાતની ભરતી અમારા નામની આગળ રહે છે કાયમી.
samayna namni takti amara namni aagal rahe chhe kaymi,
kshnoni uDti chakli amara namni aagal rahe chhe kaymi
kadi Dali, kadi patta, kadi bas thaD tana hunkarne bhitar bhari,
kaho ke wrikshni marji amara namni aagal rahe chhe kaymi
amari namna chare taraph wagi jashe, khakhDi jashe Danko hwe;
pitela Dholani garmi amara namni aagal rahe chhe kaymi
kshnone luntto, luntawto chalyo gayo e tanman ne tanman;
kaho ha ke kon akkarmi amara namni aagal rahe chhe kaymi?
lakhi chhe wat mein tara sabab, kewal ane kewal hwe tara sabab;
chhatan e watni bharti amara namni aagal rahe chhe kaymi

સ્રોત
- પુસ્તક : હું હવે કાગળ ઉપર (પૃષ્ઠ ક્રમાંક 2)
- સર્જક : જિતેન્દ્ર પ્રજાપતિ
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2014