વૃક્ષના ઓળા બધા અંધારમા ચાલ્યા ગયા
vrukshnaa olaa badhaa andharmaan chaalyaa gayaa
અભય દવે
Abhay Dave
વૃક્ષના ઓળા બધા અંધારમા ચાલ્યા ગયા
vrukshnaa olaa badhaa andharmaan chaalyaa gayaa
અભય દવે
Abhay Dave
અભય દવે
Abhay Dave
વૃક્ષના ઓળા બધા અંધારમા ચાલ્યા ગયા,
શ્વાસ પણ એવી રીતે પળવારમાં ચાલ્યા ગયા
જિંદગી તલવાર છે, છે રત્ન એની મૂઠ પર,
આપણાં વર્ષો બધા બસ ધારમાં ચાલ્યા ગયા.
છે પ્રભુનું શુ ગણિત ક્યાં કોઈ પણ સમજી શક્યું,
જે ગયા એ એક, બે, ત્રણ, ચારમાં ચાલ્યા ગયા.
ના મળ્યા જો આપ એનું દર્દ દિલમાં ક્યાં હતું?
પણ મળ્યા તો માત્ર થોડીવારમાં ચાલ્યા ગયા!
જિંદગી આખી ઘણા અરમાન રાખ્યા આંખમાં,
છેવટે અરમાન સૌ અંગારમાં ચાલ્યા ગયા.
સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ
