ek ranmanthi wahyanun dukha chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એક રણમાંથી વહ્યાનું દુઃખ છે

ek ranmanthi wahyanun dukha chhe

સુરેન ઠાકર 'મેહુલ' સુરેન ઠાકર 'મેહુલ'
એક રણમાંથી વહ્યાનું દુઃખ છે
સુરેન ઠાકર 'મેહુલ'

એક રણમાંથી વહ્યાનું દુઃખ છે

લાગણી રઝળી પડ્યાનું દુઃખ છે

હાડ હેમાળે ગળ્યાનું દુઃખ નથી

પણ તમે ના પીગળ્યાનું દુઃખ છે

વલ્કલે ઢાંકી સતીની આબરૂ

સભ્યતા રઝળી પડ્યાનું દુઃખ છે

હાથ ફેલાવી લીધાં ઓવારણાં

ટાચકાને ના ફૂટ્યાનું દુઃખ છે

બારણાએ વાત આખી સાંભળી

ટોડલા ફાટી પડ્યાનું દુઃખ છે.

રંક આશાઓ અવસ્થા વાંઝણી

બેઉને ભેગા મળ્યાનું દુઃખ છે.

સ્રોત

  • પુસ્તક : સુરેન ઠાકર ‘મહુલ’ ('સુખનવર' શ્રેણી) (પૃષ્ઠ ક્રમાંક 21)
  • સંપાદક : ચિનુ મોદી, કૈલાસ પંડિત
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1991