wijli paDi to payana paththarne khai gai - Ghazals | RekhtaGujarati

વીજળી પડી તો પાયાના પથ્થરને ખાઈ ગઈ

wijli paDi to payana paththarne khai gai

વીજળી પડી તો પાયાના પથ્થરને ખાઈ ગઈ

વીજળી પડી તો પાયાના પથ્થરને ખાઈ ગઈ,

શરૂઆતમાં કક્કાના અક્ષરને ખાઈ ગઈ.

વધતો કિનારો જોયા કરે છે વકાસી મ્હોં,

નાદાન માછલીઓ સમંદરને ખાઈ ગઈ.

સંદેશો જાણી જોઈને સમજ્યું નહીં કોઈ,

ઝેરી પ્રજાઓ પાક પયગમ્બરને ખાઈ ગઈ.

ઉપયોગમાં લેવાયં જો લાંબા કાળથી,

ઝીણી જીવાત આખાયે બખ્તરને ખાઈ ગઈ.

ઐયાશી ગુપ્તવેશે પ્રવેશી અને પછી

આળસ ભરાઈ એની કે લશ્કરને ખાઈ ગઈ.

ઉત્તમ લખે છે પોતે ના ભ્રમમાં મર્યો,

જુઠ્ઠી પ્રશસ્તિ છેવટે શાયરને ખાઈ ગઈ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન 2014 (પૃષ્ઠ ક્રમાંક 105)
  • સંપાદક : કિશોરસિંહ સોલંકી
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2017